About Us
The Story of Dhiti
Dhiti was born from Anubandh Foundation's decades of work with living craft traditions across Saurashtra. We are a growing collective of women artisans, each a keeper of a distinct inherited skill. United by the philosophy of 'Many in One, One in Many,' we are an open platform where every woman's craft finds its place and its audience. This is a women's empire — a living temple of art that grows every day, welcoming new makers and new traditions.
The Anubandh Foundation works to bring ancient and traditional craft practices into living dialogue with the present, ensuring that what our grandmothers made with their hands continues to matter in the world today. Our hands and hearts keep the ancestral legacy of Saurashtra alive — a region home to some of India's most intricate textile traditions. We do not preserve these crafts in a museum. We weave them into everyday life. Our artisans specialise in Block Print, Khatli Bharat, Saurashtra Bharat, Tangaliya, Patola, and other traditional regional weaves — each one a living technique passed down through generations.
Dhiti's purpose is to make women artisans self-reliant and to carry their craft from the villages of Saurashtra to the world. We provide not just employment, but dignity, direction, and the chance for every woman here to be recognised for what she truly creates. We believe extraordinary craft should not be extraordinary in price. Dhiti is a premium brand with accessible pricing — so that handcrafted artisanal quality becomes not an occasion, but a daily choice.
Every product we make carries within it the knowledge of generations — the hands that shaped it, the traditions that live in it, the stories threaded into every stitch. These are not products you merely own. They are things you feel. Hours of skill, care, and joy go into every piece we make. That is not a claim — it is the only way we know how to work.
ધીતી : પરિચય
ધીતી બ્રાન્ડ એ અનુબંધ ફાઉન્ડેશનના કલા સાથેના કાર્ય થકી ઉભરી આવી છે. અમે મહિલાઓનો સમૂહ છીએ જે સમયાંતરે મોટો થતો રહે છે. દરેકની કલાકારીની આવડત જુદી છે. અહી દરેકની આવડતને પ્રોત્સાહિત કરીને ‘અનેકમાં એક, એકમાં અનેક’ ની ભાવનાથી સૌ જોડાયેલા છીએ. આ સમૂહ કોઇપણ મહિલાના હસ્તકલાની આવડત માટે જગ્યા આપવા ખુલ્લા મંચનું કામ કરે છે. આ કલામંદિર એ શુદ્ધ પ્રેમ અને સંવેદનાથી ભરપુર મહિલાઓનું સામ્રાજ્ય છે.
અમારી કલા અને વારસો
અנוબંધ ફાઉન્ડેશન એ પરંપરા, પરંપરાગત અને પૌરાણિક હસ્તકલાઓ સાથે આજના સમયને જોડીને કાર્યરત છે. અમારા હાથ અને હૃદયના ભાવથી બનતી કળા સૌરાષ્ટ્રના સમૃદ્ધ વારસાને જીવંત રાખે છે. અમે બ્લોક પ્રિન્ટ, ખાટલી ભરત, સૌરાષ્ટ્ર ભરત, તંગાલિયા, પટોળા અને સૌરાષ્ટ્રના અન્ય પારંપરિક વણાટકામમાં નિપુણતા ધરાવીએ છીએ. આ પારંપરિક કલાઓમાં પરંપરાઓ અને સાથે આજના વર્તમાન સમયની વાસ્તવિકતાઓનો સુંદર સમન્વય છે.
હેતુ અને પ્રીમિયમ ગુણવત્તા
આ પહેલનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર કરવાનો અને પરંપરાગત હસ્તકલાને ગામડાથી લઇ દેશ વિદેશ સુધી ઉજાગર કરવાનો છે. આ મહિલાઓની શક્તિ, સંવેદના અને સર્જનશીલતાનો એક જીવંત મંચ છે જે માત્ર રોજગારી જ નહી પણ જીવનને ગૌરવ આપે છે. ધીતી એક પ્રીમિયમ બ્રાન્ડ છે જે ઉત્તમ ગુણવત્તાવાળા વસ્ત્રો પોસાય તેવી કિંમતે પ્રદાન કરે છે, જેથી કલાનો આ અમૂલ્ય વારસો દરેક ઘરની પહોંચમાં રહે અને રોજિંદા જીવનનો હિસ્સો બની શકે.
શા માટે અમારા ઉત્પાદનો ખરીદવા?
વારસામાં મળેલી આ કલાઓમાં માત્ર જરૂરિયાત જ નહી પણ લાગણી, ઓળખ અને વારસો પણ જોડાયેલા છે. આ કળાને માત્ર આપ જોઈ શકતા નથી પરંતુ અનુભવી શકો છો. ઘરમાં વસાવેલા અમારા ઉત્પાદનો આપને રોજ રોજ હકારાત્મક ઉર્જા આપશે, અને ઉલ્લાસને સતત પ્રસરાવશે. અમે પ્રતિભાશાળી છીએ, આનંદિત છીએ, અને આ કલામાં અમારો કેટલાય કલાકોનો આનંદ, પ્રેમ અને ઉત્સાહ ભરેલો છે.